ધબકતા ગુજરાતની આ ઉજ્જ્ળ્તા નથી જોવાતી,
હે ઈશ્વર, તું સુતો છે કે શું? કે તને આ માનવી ની ચિસો નથી સભળાતી,
રોજના કોઈની મરણ ના સમાચારથી,
આખોના નીર થી છ્લકાતી નદી નથી દેખતી,
લાસોની પથારી પર સુતી સરકારની આળસ નથી જોવાતી,
ને તેમની મોટી મોટી વાતો નથી સભળાતી,
108 ની રાહજોઈને થાકેલા માનવની લાશ નથી જોવાતી,
કયાક મોબાઈલ કોઈ પોતીકાના અટ્કેલા શ્વાસ ની કહાની ના સભળાવે
એના બીકે,
તેની રિગ થી દિલના શ્વાસ બેસી જાય છે.
હસતા રમતા માનવીની આ લાચારી નથી જોવાતી,
એક બેડ માટે તડકામા રખડતા પિતાની વેદના નથી જોવાતી,
લોકોનો માળો વિખરાયો પણ તેમના દુખમા
બે આસુ પાળવા વલખા મારતો માનવી નથી જોવાતો
કોઈથી ના ડરતા માણસને આજે મે એક અદ્ર્શ્ય વાઈરસ થી ડરીને ઘરમા પૂરાયેલો જોયો છે
પણ આજે એ માણસની લાચારી ભરી આખો નથી જોવાતી,
છ્તા પૈસે એક ઓક્સિજન બોટલ માટે ભિખમાગતા લોકો નથી જોવાતા
હોસ્પિટ્લો ની બાર લાબી લાઈનમા વલ્ખા મારતો જીવ નથી જોવાતો.
ચાર ચાર એસી વાડી ગાડી વાડાને પોતનાના જીવ બચાવવા માટે ગરમી મા લાઈન મા જોયો છે.
ખરી કસોટીમા મદિર ના દ્રાર બંદ થતા જોય છે,
હે, ઇશ્વર તુ હવે કોની રાહ જોવે છે,
આખી દુનીયા ઘુટ્ણીએ પડી છે,
હવે તારી આ કૂરુપા ની રાહ નથી જોવાતી
આ માનવી ની તકલીફ નથી જોવાતી.
હોસ્પિટલ, બેડ, દવા અને ઓક્સિજન માટે વલખામારતા માનવીની વ્યથા નથી જોવાતી.